MEHSANAMEHSANA CITY / TALUKO

રાજ્યપાલએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું

વિદ્યાર્થીઓએ રાજ્યપાલ  સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરી રાજ્યપાલશ્રીને હળની ભેટ આપી

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

મહેસાણા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું.

આજે સવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી રાજ્યપાલશ્રીએ બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી ઉચ્ચ અભ્યાસ કરીને જશપુરીયા ગામનું અને દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યપાલ સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરી રાજ્યપાલ ને હળની ભેટ આપી હતી.

મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!