AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ટી.એચ.આર,મિલેટ તેમજ સરગવામાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું સેજા અને ઘટક કક્ષાએ આયોજન કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર

     મદન વૈષ્ણવ

બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખુબજ જરૂરી છે. જે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થી ના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. બાળકો,કિશોરીઓ,સગર્ભા મહિલાઓ,ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી,પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વોયુક્ત ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પુરુ પાડવા માટે આપવામાં આવે છે.

આઇસીડીએસના તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી ટેક હોમ રાશન,મિલેટ અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિશેની જાગૃતતા કેળવાય તેમજ આંગણવાડી કેન્દ્ર મારફત આપતા ટી.એચ.આર.,મિલેટ અને સરગવાનાં પોષણ મૂલ્યો અંગેની જાગૃતતા અને તેના ઉપયોગ અંગે પ્રોત્સાહન મળે તે હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ- ૨૦૨૫ અંતર્ગત ટી.એચ.આર. અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

મિલેટ (શ્રી અન્ન) નાના દાણાવાળા ધાન્ય પાકોનું જુથ છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, નાગલી (રાગી), કાંગ, ચેણો, બંટી(સામો), કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મ ધરાવે છે.

ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ અને પૂર્ણાશક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોની મદદથી બનતી પૌષ્ટિક વાનગી/ખોરાકનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી પોષણ યુક્ત વાનગીઓની સેજા કક્ષા અને ઘટક કક્ષાએ પૌષ્ટીક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભાગ લીધેલ આંગણવાડી કાર્યકર અને લાભાર્થી ને ટી.એચ.આર.વાનગીમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને મિલેટ વાનગીમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ક્રમ આપી પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પોષણ ઉત્સવ-૨૦૨૫ કાર્યક્રમ દ્વારા બહોળા પ્રમાણમાં લોકો સુધી ટી.એચ.આર., મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવામાંથી મળતા પોષણ મૂલ્ય અંગેની જાગૃતતા અને તેના ઉપયોગ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તેમજ તેની ઉપયોગિતા વિશે સંદેશ પહોંચાડવા માં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!