PM મોદી વોટ ચોરી કરીને સત્તામાં આવ્યા, અમારી પાસે 100 ટકા પુરાવા – રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાસે ‘હાઇડ્રોજન બોમ્બ’ના પુરાવા છે, જે સત્યને સામે લાવશે અને સાબિત કરશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોટ ચોરી કરી સત્તા મેળવી છે.
વાયનાડમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે એક હાઇડ્રોજન બોમ્બ લાવવા જઇ રહ્યા છીએ જે સ્થિતિને પુરી રીતે તહેસ નહેસ કરી નાખશે. અમે જે કહી રહ્યા છીએ, તેના અમારી પાસે સ્પષ્ટ પુરાવા છે. હું પુરાવા વગર કહી કહેતો નથી. અમારી પાસે 100 ટકા જાણકારી છે જે થયું છે તે સામે આવવાનું છે.
રાહુલ ગાંધીએ પોતાની છેલ્લી બે પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરતા કહ્યું, અમે મહાદેવપુરા અને આલંદમાં મતદારોની ખોટી રીતે જોડી અને હટાવવામાં આવેલી જાણકારી બતાવી છે. નરેન્દ્ર મોદીએ વોટ ચોરી કરીને ચૂંટણી જીતી છે,તેનો ખુલાસો પણ જલદી કરાશે.
કોંગ્રેસના નેતાએ કહ્યું, ‘અમે કાલે પ્રેસ કોન્ફરન્સમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં પુરાવા રજૂ કર્યા છે. કર્ણાટકમાં CIDની તપાસ ચાલી રહી છે.CIDએ વોટ ચોરીમાં ઉપયોગ ફોન નંબરની જાણકારી માંગી છે. જ્ઞાનેશ કુમાર જ તે CEC છે, જેમની કર્ણાટક CID તપાસ કરી રહી છે.’
રાહુલ ગાંધીએ વાયનાડમાં કન્નથારા ગ્રામ પંચાયતમાં ઓમન ચાંડી મેમોરિયલના ઉદ્દઘાટન સમારંભમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડી હંમેશા વિનમ્ર રહ્યા જ્યારે કેટલાક રાષ્ટ્રીય સ્તરના નેતા સત્તા મળતા જ અહંકારી બની જાય છે.
18 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં જ્ઞાનેશ કુમાર પર ભારતના લોકતંત્રને નુકસાન પહોંચાડનારાઓને બચાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, હાઇડ્રોજન બોમ્બ આવવાનો બાકી છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે મારી પર હુમલો થયો તે ઘણો ક્રૂર હુમલો હતો ત્યારે વાયનાડના લોકોએ મારી રક્ષા કરી હતી. આ એક પરિવારનો સભ્ય કરે છે. તમે મારી સાથે તેવો જ વ્યવહાર કર્યો જેમ મારી બહેન કે માતા કરે છે. તમારા વ્યવહારે મારી સાથે એક ઊંડો સંબંધ બનાવી દીધો. હવે મારી પાસે કોઇ વિકલ્પ બાકી નથી. હું તમને પરિવારનો ભાગ માનું છું કારણ કે તમે એમ પણ કહી શકતા હતા કે આ માણસની રક્ષા નહીં કરીયે પરંતુ તમે આમ ના કર્યું. તમે કહ્યું- આ માણસ સાથે અન્યાય થઇ રહ્યો છે અને અમે તેમની રક્ષા કરીશું. આ એક એવો ભાવ છે જેને હું પોતાની પુરી જિંદગી નહીં ભૂલું.’