MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિદેશી દારૂ  સહિત બે ગુનામાં સંડોવાયેલ ઇસમ રાજસ્થાનથી ઝડપી લેવાયો 

MORBI:મોરબી વિદેશી દારૂ  સહિત બે ગુનામાં સંડોવાયેલ ઇસમ  રાજસ્થાનથી ઝડપી લેવાયો

 

 

મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૧માં નોંધાયેલ અલગ અલગ બે ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા રાજસ્થાન રાજ્યમાંથી પકડી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

મોરબી એસ.ઓ.જી.પોલીસ ટીમના એએસઆઇ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને ખાનગી રાહે હકીકત મળેલ કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ નાથકમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ તથા પ્રોહીબીશનના બે ગુનાનો આરોપી મુરાદઅલી હાજીલીયાકત રાજડ છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોય જે હાલે બાડમેર તથા પોતાના ઘેર હોવાની હકીકત આધારે રાજસ્થાન રાજ્યના બાડમેર ખાતે તપાસ કરતા આરોપી બાડમેર શહેર ખાતે આવેલ જેલ રોડ પર મળી આવતા તેની પુછપરછ કરતા ઉપરોક્ત બન્ને ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા આરોપી મુરાદખાન લીયાકતઅલી રાજડ ઉવ.૩૨ રહે.દેરાસર, રાજડ કી બસ્તી તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!