આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે “એસ.વી.એસ કક્ષાનું 23 મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” યોજાયું
21 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે “એસ.વી.એસ કક્ષાનું 23 મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” યોજાયું.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે એસ.વી.એસ. કક્ષાનું 23 મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ ગયું.આ પ્રદર્શનને શોભાવવા તથા નિહાળવા શ્રી બીપીનચંદ્ર પટેલ (જિલ્લા શિક્ષણાધિકારી, મહેસાણા જિલ્લો), શ્રી પ્રકાશભાઈ પટેલ (પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કુકસ), શ્રી જીતુભાઈ પટેલ (પ્રમુખશ્રી, આચાર્ય સંઘ, મહેસાણા જિલ્લો), શ્રી બળદેવભાઈ ચૌધરી (મંત્રીશ્રી, આચાર્ય સંઘ, મહેસાણા જિલ્લો), શ્રી રાજુભાઈ પટેલ (વિસનગર તાલુકા એસ.વી.એસ.કન્વીનર), શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડો.સુરેશભાઈ ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી, શિક્ષણ સમિતિના સભ્યશ્રી ખુમજીભાઇ ચૌધરી, વિવિધ તાલુકા એસ.વી.એસ. કન્વીનર આચાર્યશ્રીઓ તથા વિસનગર શહેર અને તાલુકાની હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોનું સાલ તથા પુસ્તક અર્પણ કરી શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બિપિનચંદ્ર પટેલ સાહેબે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રતિભાઓને અને જ્ઞાનસભર વિચારોને વિકસાવવા બાળ વિજ્ઞાન મેળા, ખેલ મહાકુંભ તથા શાળા કક્ષાએ થતી વિવિધ પ્રવૃત્તિઓને શ્રેષ્ઠ ગણાવી વિજ્ઞાન વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. ત્યારબાદ સર્વે મહાનુભાવોએ વિવિધ પ્રોજેક્ટસ, મોડેલ્સ તથા પ્રયોગો નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આદર્શ વિદ્યાલય તરફથી પણ તમામ બાળ વૈજ્ઞાનિકોને ભેટરૂપે ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં સૌ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા. આમ શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણા થકી તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી બાળ વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન થયું હતું.