GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત – DSP

DYSP 4, PI 15, PSI 19 તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ્ય રક્ષક દળના જવાનોનો સામેલ

તા.21/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

DYSP 4, PI 15, PSI 19 તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ્ય રક્ષક દળના જવાનોનો સામેલ, સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા આગામી નવરાત્રી તહેવારની શાંતિપૂર્ણ અને સુરક્ષિત ઉજવણી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર સાહેબ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ નાગરિકો ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 848 ગરબાનું આયોજન થવાનું છે જેમાં 4 કોમર્શિયલ ગરબા અને 844 નાના-મોટા ગરબાનો સમાવેશ થાય છે આ ઉપરાંત દશેરા નિમિત્તે 6 શોભાયાત્રાઓ યોજાશે આ તમામ આયોજનો માટે કુલ 1453 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ્ય રક્ષક દળના જવાનો સામેલ છે મહિલાઓની સુરક્ષા માટે 30 સી ટીમ અને એન્ટિ-રોમિયો સ્ક્વોડની ટીમો સતત પેટ્રોલિંગમાં રહેશે આ ટીમો રોમિયોગીરી જેવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખશે અને આવા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા 181 વાહનો જેમાં 49 ફોર-વ્હીલર, 40 જનરક્ષક બોલેરો અને 92 પોલીસ બાઈકનો ઉપયોગ કરીને સતત પેટ્રોલિંગ કરવામાં આવશે 7 ચેકપોસ્ટ પર 206 બોડીવોર્ન કેમેરા અને 52 બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે આ ઉપરાંત બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાના વાહનો, મોડિફાઈડ સાયલેન્સર અને વધુ સ્પીડમાં વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અસામાજિક તત્વો પર નજર રાખવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેરોલ એબ્સકોન્ડર સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે સાયબર પોલીસ સ્ટેશન અને ટેકનિકલ સેલ દ્વારા સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ કરવામાં આવશે જ્યારે આયોજકોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે જેમાં ગરબા સ્થળોએ પાર્કિંગ અને અંધારાવાળી જગ્યાએ પૂરતી લાઈટિંગ, સીસીટીવી કેમેરા, પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટની વ્યવસ્થા, ટ્રાફિક જામ ન થાય તે સુનિશ્ચિત કરવું શંકાસ્પદ વાહનોની તાત્કાલિક પોલીસને જાણ કરવી સામેલ છે વધુમાં આયોજકોએ ઈલેક્ટ્રિક ફીટિંગ્સ અને ફાયર સેફ્ટી માટે જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે કાર્યક્રમની જગ્યાએ સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને નશાખોરી અટકાવવા માટે જવાબદાર વ્યક્તિની નિમણૂક કરવાની રહેશે મોટા આયોજનોમાં વોચ ટાવર, સીસીટીવી કેમેરા, એમ્બ્યુલન્સ અને ફર્સ્ટ એઈડ ટીમની વ્યવસ્થા ફરજિયાત છે.

Back to top button
error: Content is protected !!