સુરેન્દ્રનગર જિલ્લામાં 23 સપ્ટેમ્બરનાં રોજ થશે ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
તા.21/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આયુર્વેદ અને હોમિયોપેથીના લાભો પહોંચાડવા માટે એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન, ભારત સરકારના આયુષ મંત્રાલય અને ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ વર્ષે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટની થીમ સાથે ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને આયુર્વેદ અને હોમિયોપેથીના લાભો પહોંચાડવા માટે નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ ૨૩-૦૯-૨૦૨૫, મંગળવારના રોજ ઓમકાર વિદ્યાલય, પંડિત દીનદયાળ ટાઉન હોલની બાજુમાં, ૮૦ ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે યોજાશે કેમ્પનો સમય સવારે ૮:૦૦ થી ૦૧:૦૦ કલાકનો રહેશે આ ઉપરાંત, આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, સવારે ૮:૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી આયુર્વેદના દેવતા ધન્વંતરિ દેવતાનું પૂજન પણ કરવામાં આવશે આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિવિધ રોગો માટે વિનામૂલ્યે સારવાર અને નિદાન આપવામાં આવશે આ સેવાઓમાં પાચનતંત્રના રોગો, શ્વાસન તંત્રના રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગો, સાંધાના રોગો, જીવનશૈલીને લગતા રોગો, દાંતના રોગો અને કાન-નાક-ગળાના રોગોનો સમાવેશ થાય છે આયુર્વેદ અને હોમિયોપેથીક સારવારનો લાભ લેવા ઈચ્છુક દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.