વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૧ સપ્ટેમ્બર : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના તમામ ગામડાઓમાં સ્વચ્છતાનો સંદેશ આપવા તેમજ સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ હેઠળ સ્વચ્છોત્સવના સૂત્રને સાર્થક કરવા કચ્છ જિલ્લામાં ગ્રામ્યસ્તરે સ્વચ્છતા સેલ્ફીના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાઇ રહ્યો છે. સફાઈ કામદારો સાથે સેલ્ફી દ્વારા લોકોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.
ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે કચ્છના વિવિધ ગામમાં સ્વચ્છતા હી સેવાના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ્સ બનાવી સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાઓની ભાગીદારી વધે તેવા પ્રયાસ કરાયા હતા.