વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા. ૨૧ સપ્ટેમ્બર : જી.સી. ઇ.આર. ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ તથા બી.આર.સી. ભુજ પ્રાયોજિત અને સી.આર.સી. લોરિયા આયોજિત લોરિયા સી.આર.સી.નું ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સુમરાસર શેખ કન્યા શાળા ખાતે યોજાયું હતું .રાજ્ય પ્રા.શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાએ રીબીન કાપી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. વિકસિત અને આત્મનિર્ભર ભારત એ થીમ આધારિત આ વિજ્ઞાન મેળામાં કુલ ૫ વિભાગમાં ક્લસ્ટરની ૮ શાળાના ૨૪ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં ૧૧ કૃતિઓ રજૂ થઈ હતી.
વિભાગ ૧, ૨ અને ૪ માં સુમરાસર કુમાર શાળાએ જ્યારે વિભાગ ૩ માં નોખાણિયા જ્યારે વિભાગ ૫ માં ઝુરા – ૨ ( કેમ્પ) શાળાએ મેદાન માર્યું હતું. નિર્ણાયકો તરીકે ઝુરા હાઈસ્કૂલના શિક્ષિકા અપેક્ષાબેન પંડ્યા અને સુમરાસર શેખ હાઈસ્કૂલના શિક્ષિકા હિરલબેન ભાવસારે સેવાઓ આપી હતી. વિજેતા કૃતિઓના બાળકોને શિલ્ડ તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો આપી સી.આર.સી. તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના નિર્ણાયકો અને માર્ગદર્શક શિક્ષકો ઉપરાંત બાળકોને પણ દાતા મીનાબેન પ્રવિણભાઈ ભદ્રા તરફથી મોમેન્ટો અને પેડ – પેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્ય પ્રતિનિધિ રાણાજી જાડેજા, જેતમાલજી જાડેજા, ઝુંબેશ કંસારા,દિલીપ પાંડવ, રફિક લંગા સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળકો અને શિક્ષકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ચિંતન જોબનપુત્રાએ જ્યારે આભાર વિધિ ડિન્કલ પટેલે એ કરી હતી.સમગ્ર આયોજનને સફળ બનાવવા સી.આર.સી. કો ઓર્ડીનેટર પ્રદીપભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ લોરિયા ગૃપ અને પેટા શાળાના શિક્ષકો પૂજા પંડ્યા, કિશન પાડલિયા, દિગ્વિજયસિંહ રાઠોડ, કેશુ ઓડેદરા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.