MEHSANAVIJAPUR

વિજાપુર આઇ.સી.ડી એસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

વિજાપુર આઇ.સી.ડી એસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ના હોલ માં આઈ સી ડી એસ વિભાગ દ્રારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત વાનગી સ્પર્ધા તાલુકા પંચાયત ના પ્રમુખ આશા બેન પટેલ ની અધ્યક્ષતા યોજાઇ હતી. ની બહેનો. દ્રારા મિલેટ અને આંગણવાડી માં થી મળતા માતૃ શક્તિ અને બાલ શક્તિ પેકેટ માંથી પોષણ યુક્ત વાનગી બનાવી લાવવામા આવી હતી.તેમાં થી મિલેટ વાનગી ના ત્રણ વિજેતા અને માતૃશક્તિ પેકેટ તેમજ બાલ શક્તિ પેકેટ વાનગીના ત્રણ વિજેતાઓ પસંદ કરી ઈનામ આપવામાં આવ્યા હતા.તેમજ યશોદા માતા એવોર્ડ બે આંગણવાડી કાર્યકરો ને આપવામાં આવ્યા હતા. તેમજ પોષણ અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે સી ડી પી ઓ વિશાખાબેન તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી તેમજ તાલુકા સુપરવાઈઝર મુકેશ ચૌહાણ તેમજ નારી અદાલત ની બહેનો પણ હાજર રહી હતી.આ કાર્યક્રમ નું સંચાલન આશાબેન ચૌધરીએ કર્યું હતુ આ કાર્યક્રમ મા આંગણવાડી ની બહેનો મોટો સંખ્યા મા ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!