ગ્રીન કેમ્પસ કમિટી, આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા બોટનીના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય નર્સરી વિઝીટ
22 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગ્રીન કેમ્પસ કમિટી, આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા બોટનીના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય નર્સરી વિઝીટ.બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજ ઓફ કોમર્સમાં ગ્રીન કેમ્પસ કમિટી દ્વારા તૃતીય વર્ષ તથા પ્રથમ વર્ષ બોટનીના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય નર્સરી મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. આ મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ દરેક વિધાર્થીઓ નર્સરી વ્યવસ્થાપન કે જેમાં સ્થાન અને તેની વહેંચણી, સંવર્ધન માધ્યમની બનાવટ, સીડબેડ અને તેના પ્રકાર, વિવિધ પ્રકારની ઔષધીય તથા સુશોભનિય વનસ્પતિઓ અને તેનું પ્રવર્ધન જાણે અને શીખે તે હતો. આ મુલાકાતનું આયોજન ડો. ધ્રુવ પંડ્યા તથા ડો. હરેશભાઈ ગોંડલીયા દ્વારા ગ્રીન કેમ્પસ કમિટીના કન્વીનર ડો. મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયું કે જેમાં સંસ્થાના પ્રિન્સિપલ ડો. યોગેશભાઈ ડબગરના પરોક્ષ આશીર્વાદ પ્રાપ્ત થયા. આ મુલાકાતમાં ગોકુળ નર્સરીના સ્થાપક શ્રી રવિભાઈ પટેલનો આયોજનમાં સહકાર રહ્યો તદુપરાંત શ્રી કેયુરભાઈ પટેલ અને શ્રી કુંદનભાઈ દ્વારા બાળકોને નર્સરી વ્યવસ્થાપનની ખુબ સુંદર રીતે માહિતી પીરસવામાં આવી. મુલાકાતનો અંત શ્રી રવિભાઈ તથા શ્રી કેયુરભાઈ પટેલને ગ્રીન કેમ્પસ કમિટી દ્વારા આભાર સહિત ભેટ આપી કરવામાં આવ્યો.