કાલોલનાં ખડકી હનુમાનજી મંદિરે દશેરાનાં દિવસે સમૂહ શસ્ત્રપૂજનનાં આયોજનને લઈ ક્ષત્રીય કેળવણી મંડળ ની બેઠક યોજાઇ.
તારીખ ૨૨/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ બપોરે સાડાબાર કલાકે કાલોલ-ગોધરા હાઈવે રોડ ઉપર આવેલ ખડકી હનુમાનજી મંદિર ખાતે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળની આગામી દશેરાની પરંપરાગત ઉજવણીનાં આયોજન ભાગરૂપે બેઠક યોજાઇ હતી.જેમાં નવરાત્રીનાં પવિત્ર દિવસો બાદ દશેરાનાં દિવસે સમસ્ત કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કાલોલ શીશુમંદિર શાળા ખાતે પરંપરાગત સમૂહ શસ્ત્ર પૂજન કરવામાં આવશે સમૂહ શસ્ત્ર પૂજન બાદ શીશુ મંદિર શાળા થી મધવાસ ગૌષ્ણેશ્ર્વ મહાદેવ મંદિર સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવશે તેવું કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળનાં ઉપપ્રમુખ છત્રસિંહ અને નરવતસિંહ ની આગેવાની હેઠળ ઉપસ્થિતિ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો આ પ્રસંગે ક્ષત્રિય કેળવણી મંડળનાં કારોબારી સભ્યો, યુવાનો, વડિલો, સામાજિક-રાજકીય આગેવાનો સહિત આજુબાજુ ગામના સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.