GUJARATIDARSABARKANTHA

કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મટોડા ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત પોષણ માસ-2025ની ઉજવણી કરાઈ

કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મટોડા ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત પોષણ માસ-2025ની ઉજવણી કરાઈ
*
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મટોડા ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પોષણ માહ-2025ની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓછા વજનવાળા બાળકોના વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય અંતર્ગત સમતોલ આહારની અગત્યતા, આહાર અને સ્વાસ્થ્ય, સગર્ભાવસ્થાની સેવાઓ, બાળક માટે ધાવણનું મહત્વ, સ્થાનિક ઉપલબ્ધ ધાન્ય અને શાકભાજી માંથી બનાવી શકાતી વિવિધ પોષણ યુકત વાનગી ઓના નિદર્શન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રીએ સી.એમ.ટી.સી ની સેવાઓના મહત્વ અંગે વિગતે વાત કરી હતી.તેમજ જયેશભાઇ પંડ્યા એ બાળકોના વૃધ્ધિ -વિકાસ માં ખોરાકની અગત્યતા અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકોને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારીશ્રીઓ -કર્મચારીશ્રીઓ તેમજ બાળકોને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!