તા.૨૨.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Singvad:દાહોદ જિલ્લાના સિંગવડના પહાડ ખાતે રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
આસપાસના ૯ ગામોની ૧૩ હજારથી વધુ વસ્તીને મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ દાહોદ જિલ્લાના સિંગવડના પહાડ વિસ્તારમાં રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે નિર્મિત નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આજ રોજ રાજ્યના આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર તથા લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ નવીન આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી પહાડ, ભીલપાનિયા, વણજારીયા, હુમડપુર, કેશરપુર, મછેલાઈ, કુમપુર, ઝરોલા અને ઢબૂડી સહિતના કુલ ૯ ગામોની અંદાજિત ૧૩ હજારથી વધુની વસ્તીને આધુનિક આરોગ્ય સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે.લોકાર્પણ સમારંભે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, “છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પાયાની આરોગ્ય સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. દાહોદ જિલ્લાનું આરોગ્ય પ્રણાલી મજબૂત બનવી, એ સરકારનો દ્રઢ સંકલ્પ છે.”તેમણે ઉમેર્યું હતું કે, “દાહોદ જિલ્લામાં ગરીબથી ગરીબ નાગરિક માટે નિશુલ્ક નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે.”સાંસદ જસવંતસિંહ ભાભોરે આ અવસરે જણાવ્યું હતું કે, “જિલ્લાના તમામ વિસ્તારમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ થઇ રહ્યું છે અને સરકારનો હેતુ છે કે કોઈપણ નાગરિક આરોગ્યસેવા વગર વંચિત ન રહે.”આ પ્રસંગે સ્નેહલ ધરીયા ભાજપ પ્રમુખ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવર બારીયા,RCHO ડૉ અશોક ડાભી,QAMO ડૉ. રાકેશ વોહનીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ જીતેન્દ્ર મુનિયા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. વંશ પંચાલ, તથાડૉ અર્પિત લબાના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ઈલા રાઠોડ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકોની વિશાળ સંખ્યા ઉપસ્થિત રહી હતી