GUJARAT
છોટાઉદેપુર જિલ્લાની સરકારી કચેરીઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સાફ-સફાઈ તેમજ રેકર્ડ વર્ગીકરણ કરાયું
મુકેશ પરમાર,,,નસવાડી
સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” ને “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૦૨ ઑક્ટોબર ૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજ રોજ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ તેમજ જાહેર સંસ્થાઓમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી તેમજ રેકર્ડ વર્ગીકરણ પણ કરવામાં આવ્યુ હતું.
