GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ દોલતપુરા વચ્ચે ગોમા નદીના કોઝવે મા પડી જનાર યુવકની લાશ મળી આવતા પરિવારમા શોકની લાગણી ફેલાઈ
તારીખ ૨૩/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ રાજપુત ફળિયા પાસે પુંજી ફળિયા મા રહેતા એક યુવાન વિજયભાઈ ચંદુભાઈ વાળંદ રવિવારે કાલોલ દોલતપુરા વચ્ચે ગોમા નદી ઉપર બનાવેલ કોઝવે ઉપર થી પસાર થતા કોઈ કારણસર કોઝ્વે ઉપરથી નદીના પાણીમાં પડી જતા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી કાલોલ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તેમજ હાલોલ નગરપાલિકા ના તરવૈયા ની મદદ લઈ પાણીમાં પડેલ યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે કાલોલ પોલીસ ને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ બીજા દિવસે સવારે તેની લાશ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કોઝ્વે ઉપર બન્ને બાજુમાં કોઈ બાઉન્ડ્રી બનાવવામાં આવી નથી પરિણામે જોખમી બની ગયેલા કોઝ્વે ઉપરથી નદીમા ભારે પાણી હોય ત્યારે પસાર થવુ જોખમી બની જાય છે.