મોટરસાયકલ લઈને પાવાગઢ દર્શને જતા યુવકની મોટરસાયકલને કરાડ બ્રીજ પાસે અકસ્માત થતા સારવાર દરમિયાન મોત.
તારીખ ૨૩/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે સંજયભાઈ લાલજીભાઈ સોલંકી રે.છાલીયેર દ્વારા ફરિયાદ ની વિગતો જોતા તેઓ પોતાના મિત્ર દેવરાજસિંહ સોલંકી ઉંમર વર્ષ 23 તથા કિશનકુમાર પ્રભાતસિંહ સોલંકી સાથે પોતાના ઘરેથી મોટર સાયકલ લઈને પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે સવારના આઠ કલાકે નીકળ્યા હતા મોટરસાયકલ દેવરાજ સિંહ સોલંકી ચલાવતા હતા અને પોતે તથા કિશન બંને પાછળ બેઠા હતા સવારના 10:30 કલાકે મધવાસ નજીક હાઇવે ઉપર કરડ નદીના બ્રિજ ઉપર દેવરાજ સિંહ દ્વારા પુરઝડપે મોટરસાયકલ હંકારતા આગળ ચાલતી અન્ય મોટરસાયકલ સાથે મોટરસાયકલ અથડાવી દેતા સંજયસિંહને જમણા હાથે કોણીના ભાગે જમણા પગે અને ઘૂંટણના ભાગે અને ડાબા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી અને લોહી નીકળ્યું હતું. પાછળ બેઠેલા કિશનકુમારને જમણા પગે અને ઘુંટણ ના ભાગે ઈજા પહોંચી હતી તથા આગળ ચાલતા મોટરસાયકલ ચાલકને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી તથા મોટરસાયકલ ચાલક દેવરાજ સિંહને મોઢાના ભાગે છાતીના ભાગે ઈજાઓ પહોંચતા મોઢામાંથી લોહી નીકળતુ હતું 108 મારફતે ચારેવ ઈજાગ્રસ્તો ને કાલોલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ દેવરાજસિંહ ને વધુ વાગેલું હોવાથી સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે લઈ જવાની તૈયારી કરતા હતા તે પહેલા જ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તેઓનું મોત નીપજ્યું હતું સદર બાબતે સંજયભાઈ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.