MORBI:મોરબી જિલ્લામાં કામદારોને લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન તથા પગાર પાવતી ન મળવા અંગે તાત્કાલિક કાર્યવાહી માટે પગલાં લેવા અંગે રજૂઆત.
MORBI:મોરબી જિલ્લામાં કામદારોને લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન તથા પગાર પાવતી ન મળવા અંગે તાત્કાલિક કાર્યવાહી માટે પગલાં લેવા અંગે રજૂઆત.
મોરબી આજે માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં “ભારતનું સિરામિક કેપિટલ” તરીકે ઓળખાય છે. મોરબીના ઉદ્યોગોએ જે ખ્યાતિ મેળવી છે તે અહીંના લાખો કામદારોની લોહી-પસીનાની મહેનતનું પરિણામ છે. પરંતુ દુઃખની અને ગુજરાત માટે શરમજનક વાત એ છે કે આ ઉદ્યોગોના પાયા સમાન કામદારો આજે ન્યાયથી વંચિત છે. કામદારો વિના કોઈપણ ઉદ્યોગનો વિકાસ શક્ય નથી — છતાંય તેમને કાનૂની હક્ક મળતા નથી, જે અત્યંત દુઃખદ અને કામદારના મહેનતનું અપમાન કરવા સમાન છે.
આ વાતની ગંભીરતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ અનેક વખત વ્યકત કરી ચૂક્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે “ભારતનો વિકાસ કામદારોની મહેનત દ્વારા જ થયો છે અને તેઓ એ દેશની વાસ્તવિક તાકાત છે.” તેમ છતાં મોરબીના અનેક કામદારો આજે લઘુત્તમ વેતન અને પગાર પાવતી જેવા મૌલિક હક્કોથી વંચિત છે.
અમને અભ્યાસ દરમિયાન વધુ જાણવા મળ્યું કે કાયદાનું પાલન ખાસ કરીને ગુજરાત બહારથી આવતા કામદારો સાથે ઓછું થાય છે, અને તેઓ પોતાની મજબૂરીને કારણે આ અન્યાય સહન કરે છે. આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે નોકરીદાતાઓ અજ્ઞાનતા અને પરિસ્થિતિનો લાભ લઈને કામદારોનું શોષણ કરી રહ્યા છે.
અમે આપશ્રીને જણાવવા માંગીએ છીએ કે તારીખ 25/08/2025 ના રોજ રૂબરૂ સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી એટલે કે અમારા દ્વારા સીલીકોસીસ પીડીત કામદારોએ “કેદમાં કાયદા – મોરબીમાં કાયદાના અમલની વાટ જોતા શ્રમજીવીઓ” અભ્યાસની નકલ આપેલ હતી, જેમાં નીચે મુજબની માહિતી સમાવિષ્ટ હતી –
કુલ 2000 ઉતરદાતા માંથી આશરે 440 ઉતરદાતા (22%) ને રૂ. 13,500 થી ઓછું વેતન મળે છે, જે લઘુત્તમ વેતન થી પણ ઓછું છે. આ કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
સર્વે કરેલા 290 યુનિટમાંથી 211 યુનિટમાં કામદારોને કોઈ પગાર પાવતી (Salary Slip) આપવામાં આવતી નથી. ફક્ત 79 યુનિટમાં જ પગાર પાવતી મળે છે.
અન્ય 79 એકમો જેમાં પગાર પાવતી આપે તેવું કામદારોએ કહ્યું એમાં ઘણા કામદારો પાસે માત્ર હાજરી કાર્ડ હોય છે તેમાં હાજરી કાર્ડ માં નામ અને એકમ અંગે કોઈ માહીતી હોતી નથી એને તેઓ એન જ પગાર પાવતી સમજતા હોય તેવું જોવા મળ્યું , જેમાં તેનું નામ કે સહી પણ નથી. એટલે કામદારો પાસે તેમના કમાણીનો કોઈ પુરાવો જ નથી — આવું તો કાયદાને આંખ આડા કાન કરવા જેવું છે.
મહોદય, આ પરિસ્થિતિ માત્ર કામદારો માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે. રોજિંદા જીવન માટે સંઘર્ષ કરતા આ કામદારોને કાનૂની હક્ક માટે લડવું પડે તે માત્ર દુઃખદ જ નહીં પરંતુ આપણા સૌ માટે શરમજનક છે. જો આ પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં ન લેવાય તો કામદારોમાં ભય, નિરાશા અને ઉદ્યોગ પ્રત્યેનો વિશ્વાસ બંને તૂટી જશે.
મોરબીના તમામ ઉદ્યોગો માં લઘુત્તમ વેતનનો કડક અમલ કરાવો અને ઉલ્લંઘન કરનાર પર તરત કડક કાર્યવાહી કરો.
દરેક કામદારને નિયમિત પગાર પાવતી / સેલેરી સ્લીપ આપવામાં આવે તેની વ્યવસ્થા કરાવો.શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરનાર યુનિટો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરો.આ રજૂઆત અંગે એક મહિના અંદર ચોક્કસ જવાબ આપશો એવી અમારી નમ્ર પરંતુ દૃઢ અપેક્ષા છે. સાથે જવાબ મૈલ દ્વારા જ આપવામાં આવે તેવી અપેક્ષા