MEHSANAVIJAPUR

વિજાપુર ખરોડ અને પિલવાઇ ગામે દેશના વડાપ્રધાન ના જન્મ દિવસ ના પખવાડિયા ઉજવણી ના ભાગ રૂપે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો 461 જેટલા દર્દીઓએ બંને કેમ્પો માં થઈને લાભ લીધો

વિજાપુર ખરોડ અને પિલવાઇ ગામે દેશના વડાપ્રધાન ના જન્મ દિવસ ના પખવાડિયા ઉજવણી ના ભાગ રૂપે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
461 જેટલા દર્દીઓએ બંને કેમ્પો માં થઈને લાભ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખરોડ ગામે ભારત દેશના વડાપ્રધાનના પખવાડિયા સુધી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ ખરોડ અને પિલવાઇ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયો હતો.જેમાં સગર્ભા મહિલાઓ ને પોષણ કીટો આપવા મા આવી હતી.તેમજ એસ.ડી.એચના ફિઝિશિયન અને ચામડીના રોગ અને દાંતના રોગ હાડકાના રોગ જનરલ સર્જન ડોક્ટરની ટીમ દ્વારા વિવિધ રોગો ના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દર્દીઓના શરીર નું ચેકઅપ કરી નિદાન કરવા માં આવ્યું હતું. જેમા ગ્રામજનોની બીએચબી સ્ક્રીનીંગ કાર્યક્રમ દ્વારા બિન-ચેપી રોગોની પ્રસૂતિ પહેલાની સંભાળ તપાસ, ચામડીના રોગોની, હાડકાના રોગોની શસ્ત્રક્રિયા દાંતના રોગો વગેરે ની તપાસ ડાયાબીટીસ ની પણ તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પમાં કુલ 461જેટલા દર્દીઓએ લાભ લીધોહતો. આ કાર્યક્રમ મા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમા રાજકીય અગ્રણીઓ ગ્રામપંચાયત ના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નિદાન કેમ્પ નો લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!