સુરેન્દ્રનગર મનપા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી) અધિનિયમ વિશે માહિતગાર કરાયા
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી) અધિનિયમ વિશે માહિતગાર કરાયા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે કોમ્યુનિટીહોલ, જોરાવરનગર ખાતે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત PM SVANidhi યોજના અન્વયે “સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ” માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના UCD વિભાગ સબંધિત આ કાર્યક્રમમાં FSSAIના ટ્રેનર માલાબેન કોટડીયા દ્વારા તમામ “સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ”ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તે માટે પ્રેઝન્ટેશન દ્વારા સમજણ આપવામાં આવી હતી આ તકે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પિયુષ સાવલિયાએ ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી)ના મુદ્દા, વ્યક્તિગત સ્વચ્છતા અને સલામત ખોરાક હેન્ડલિંગ પદ્ધતિ વિશે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે મહાનગર પાલિકા દ્વારા હોકર ઝોન, ફૂડ ઝોન અને વેજીટેબલે માર્કેટ ઉભું કરવામાં આવનાર છે જે બાદ શહેરીજનોને એક જ જગ્યાએથી ફ્રૂટ, શાકભાજી જેવી તમામ વસ્તુઓ મળી રહેશે શેરી ફેરિયાઓ નાના-મોટા ધંધો કરી આત્મનિર્ભર બને એ માટે સરકારશ્રી દ્વારા PM SVANidhi જેવી અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આપણા સૌની સલામત ખોરાકનું વેચાણ કરવાની અને સ્વચ્છતા જાળવવાની ફરજ બને છે આ કાર્યક્રમના અંતે તમામ સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા આ પ્રસંગે સન્માનવિધિ તથા આભારવિધિ શ્રી ગીરીશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, નાયબ કાર્યપાલક ઈજનેર કે. જી. હેરમા, એકાઉન્ટન્ટ મહેન્દ્રસિંહ ઝાલા, UCD વિભાગના અધિકારી હિતેષભાઇ રામાનુજ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓ સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.