BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ મહા મેળાનું કરાયું આયોજન

24 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ઉત્તર ગુજરાતના ૮૫૦ ગામો બન્યા ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’બનાસકાંઠામાં ૪.૨૯ લાખ બચત ખાતા, ૧.૬ લાખ IPPB ખાતા કાર્યરત ૧૩૨ ગામો “સંપૂર્ણ વીમા ગ્રામ” અને ૨૦ ગામો “સંપૂર્ણ બચત ગ્રામ” જાહેર કરાય.ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગ તેના વિશાળ નેટવર્ક અને લોક કેન્દ્રિત સેવાઓ દ્વારા નાણાંકીય સમાવેશને પ્રોત્સાહિત કરી રહ્યું છે. બનાસકાંઠા મંડળ દ્વારા પાલનપુર ખાતે “પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ મહા મેળાનું” આયોજન કરાયું હતું. આ પ્રસંગે સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની પોસ્ટ વિભાગની વિવિધ બચત યોજનાઓ, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસ બુક અને બોન્ડ વિતરણ કરાયા હતા. આ સાથે જ શ્રેષ્ઠ કામગીરી કરનાર પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ ઓફિસો એક છત નીચે બચત બેંકો, વીમા, ડિબીટી ડિજિટલ બેંકિંગ, આધાર સેવાઓ, ડાકઘર નિર્યાત કેન્દ્રો અને QR કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી લોકહિત સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ૪.૭૭ લાખ સુકન્યા ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે ૮૫૦ ગામોને “સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ” તરીકે નિયુક્ત કરાયા છે. માત્ર બનાસકાંઠા મંડળમાં જ ૮૭ હજારથી વધુ સુકન્યા ખાતા કાર્યરત છે.
મંડળના અધિક્ષક આર.એ. ગૌસ્વામીએ જણાવ્યું કે, બનાસકાંઠા મંડળમાં ૪.૨૯ લાખ બચત ખાતા તથા ૧.૬ લાખ IPPB ખાતા કાર્યરત છે. આ નાણાકીય વર્ષમાં પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં કુલ રૂ. ૧૧ કરોડ અને ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ માં રૂ.૪ કરોડનું પ્રીમિયમ જમા કરવામાં આવ્યું છે. ૧૩૨ ગામોને “સંપૂર્ણ વીમા ગ્રામ” અને ૨૦ ગામોને “સંપૂર્ણ બચત ગ્રામ” જાહેર કરવામાં આવ્યા છે. પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા ૬ હજારથી વધુ પાસપોર્ટ બનાવવામાં આવ્યા છે. આ અવસરે જનપ્રતિનિધિઓ, પોસ્ટલ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી.

Back to top button
error: Content is protected !!