અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : બાળકોના મનોરંજન માટે માત્ર એક નવરાત્રી એટલે ખિલખિલાટ નવરાત્રી, મોડાસા ખાતે ભવ્ય આયોજન
અરવલ્લી જિલ્લામાં વિવિધ વિસ્તારમાં નવરાત્રી પર્વ નું આયોજન થઈ ગયું. લોકો મન મુકેની ગરબે ઘૂમી રહ્યાં છે સાથે મોડાસા વિસ્તારમાં વિવિધ સોસાયટીમાં પણ નવરાત્રી ની ઉજવણી થઈ રહી છે જેને લઇ જિલ્લામાં મોડાસા મથક ખાતે બાળકોના મનોરંજન માટે માત્ર એક નવરાત્રી થઈ રહી છે જેમા ડીપ વિસ્તારમાં આવેલ ધુણાઇ મંદિર ખાતે નવરાત્રિનું સુંદર આયોજન આયોજકો ધ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં આ વર્ષ એ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો અને બીજા નોરતે ખિલખિલાટ નવરાત્રી નું ભવ્ય આયોજન થતા નાના બાળકો અલગ અલગ અંદાજમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે ઘુમ્યા હતા અને નવરાત્રી પર્વનો આનંદ માણ્યો હતો સાથે મોડાસા ખાતે આયોજકો ધ્વારા કરવામાં આવતું આયોજન એટલે ખિલખિલાટ નવરાત્રી મહોત્સવ જેમાં આજે પણ બાળકો ગત વર્ષની જેમ આ વર્ષે એ પણ ગરબે ઘૂમી રહ્યા છે અને બાળકોને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ પણ આયોજકો આપી રહ્યા છે જેને લઇ નાના બાળકોમાં આનંદ જોવા મળી રહ્યો છે સાથે બાળકોના વાલીઓ પણ બાળકો સાથે ગરબા ઘૂમી રહ્યાં છે અને આનંદ માણી રહ્યાં છે