વઢવાણ તાલુકાના ખોડુ, વસ્તડી, રામપરા ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ
જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતનાં મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતનાં મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને વઢવાણ તાલુકાના ખોડુ, વસ્તડી, રામપરા ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો આ ઈ-રીક્ષાઓનાં ઉપયોગથી હવે ગામડાઓમાં ઘન કચરાનું ડોર-ટુ-ડોર કલેક્શન કરવામાં આવશે આ ઈ-રીક્ષાઓ પ્રદૂષણમુક્ત વાહનો છે જેના ઉપયોગથી પર્યાવરણને પણ ફાયદો થશે આ નવી વ્યવસ્થા મળવાથી ગ્રામજનોને ‘કચરો ક્યાં નાખવો?’ તેની સમસ્યા નહિ રહે આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં કચરાના યોગ્ય નિકાલની સમસ્યાને હલ કરવાનો છે અત્યાર સુધી ઘણા ગામોમાં કચરો જાહેર સ્થળો કે ખુલ્લામાં ફેંકી દેવામાં આવતો હતો જેના કારણે ગંદકી અને રોગચાળાનું જોખમ રહેતું હતું આ ઈ-રીક્ષાઓ ગામની દરેક શેરી અને ઘરે-ઘરે જઈને કચરો એકઠો કરશે જેનાથી ગામની સ્વચ્છતા જળવાઈ રહેશે હવે દરેક ઘરમાંથી કચરો સીધો ઈ-રીક્ષામાં જ જશે જેનાથી ગામમાં ગંદકીનો પ્રશ્ન જ રહેશે નહીં આનાથી ગ્રામજનોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ગામો સ્વચ્છ તથા સુંદર બનશે.