Rajkot: રાજકોટનાં રેલનગર સેજામાં સગર્ભા બહેનોને પ્રોટીન પાવડર અને પોષણ કીટ વિતરણ કરાઈ
તા.૨૪/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન વોર્ડ નંબર ૩ના સેજા રેલનગર-૨ માં ૭૫ જેટલા સગર્ભા બહેનોને પ્રોટીન પાવડર અને પોષણ કીટ વિતરણ કરાઈ હતી.
ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં ઓમ નમઃ સેવા ફાઉન્ડેશન દ્વારા વોર્ડ 3ના કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી તરફથી બહેનોને પ્રોટીન પાવડર અને પોષણ કીટ વિતરણ કરાઈ હતી. આ સાથે આંગણવાડી કેન્દ્રના બાળકોને બોટલ અને ફ્રુટ વિતરણ કરાયું હતુ.
આ તકે ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે પોષણ ઉત્સવ અંતર્ગત પોષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પૂજાબેન જોશી દ્વારા તમામ સગર્ભા બહેનોને આંગણવાડી કેન્દ્રમાંથી દર મહિને વિનામૂલ્ય મળતા માતૃશક્તિના THR પેકેટ વિશે સમજાવી, સગર્ભા અવસ્થા દરમ્યાન લેવાની કાળજી વિશે પણ પૂરતું માર્ગદર્શન આપ્યુ હતુ.
આ ઉપરાંત રેલનગર-૧ સેજામાં નોંધાયેલ અતિ કુપોષિત બાળકોને શેર વિથ સ્માઈલ એનજીઓ દ્વારા શ્રી ફાઉન્ડેશનના સહયોગથી પોષણકીટ અને પ્રોટીન પાવડર વિતરણ કરાયું હતુ. બાળકોને બાલ શક્તિ માંથી વિવિધ વાનગીઓ બનાવી પૌષ્ટિક આહાર આપવાની સાથે સ્વચ્છતા અંગે વાલીઓને માહિતગાર કરાયા હતા.