ભારતના વડાપ્રધાનના પ્રેરક જીવનની છણાવટ થઇ
*માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિતે, સેવા પખવાડિયું ૨૦૨૫ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું*
*ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા યોજાયો પ્રબુદ્ધ સંમેલન*
જામનગર (ભરત ભોગાયતા)
ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત તેઓના જીવન કવન ઉપર વ્યાખ્યાન સ્વરૂપે બૌદ્ધિક સંમેલન રાખવામાં આવેલ.
આ તબ્બકે વક્તા તરીકે ખાસ પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નરેન્દ્રભાઈ મોદી જી ના બાલ્યાવસ્થા થી લઇ વિશ્વનેતા સુધીની તેમના જીવન કવન ઉપર ઉદબોધન કરવામાં આવેલ. નરેન્દ્રભાઈ મોદીજીનું બાળપણ અને તેમની શૌર્ય વાર્તા ઘણી પ્રેરણાદાયી છે. તેમને એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઊઠીને દેશના વડા પ્રધાન બન્યા એ પોતે એક શૌર્યગાથા સમાન છે. ચાલો, તેમની બાળપણ અને જીવનની પ્રેરણાદાયક કહાણી, તેઓનું બાળપણ, જન્મ સ્થળ થી લઇ તેઓના પરિવાર, બાળપણ ના સંઘર્ષો, સંઘ સાથે સંકળાવું, પ્રાથમિક રાજકીય કારકિર્દી, પ્રેરણાદાયક પાસાઓ પ્રેરણાદાયક પાસાઓ: “મારા માટે પદ અધિકારીઓ માટે નથી, સેવા માટે છે” – એ તેમનું મંત્ર છે.
તેમણે “સ્વચ્છ ભારત અભિયાન”, “મેક ઇન ઈન્ડિયા”, “દિજીટલ ઇન્ડિયા”, “ઉજ્જ્વલા યોજના”, “જનધન યોજના” વગેરે વિષે વિસ્તૃત વિગતો જણાવેલ.
કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મુખ્યવક્તા પ્રશાંતભાઈ વાળા, મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ ઠુમ્મર, સુભાષભાઈ જોશી, પૂર્વ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, ગોવશિપયાર્ડ ના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા સહીત કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણસમિતિ ના સભ્યો, વોર્ડ સમિતિ ના સભ્યો, શહેર સંગઠન, ભાજપ અગ્રણીઓ, શહેર ના પ્રબુદ્ધ નાગરિકો, સહીત વોર્ડ સમિતિ, પેઈજ પ્રમુખ, સહીત વિશાળ સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.