ચુડા-રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે રામદેવગઢ ખાતે ચુડા, રામદેવગઢ રોડના રિસરફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા અંદાજીત ૦૧.૯૦ કરોડના ખર્ચે ચુડા, રામદેવગઢ રોડ (વી. આર.) ના કિલોમીટર ૦/૦૦૦ થી ૪/૩૦૦માં રિસરફેસિંગ કામગીરી કરવામાં આવશે જેમાં ડામરકામ, સી.સી કામ, નાળાકામ કોઝવેનું કામ તેમજ હયાત નાળાની રીપેરીંગની કામગીરી કરવામાં આવશે આ પ્રસંગે કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે આ રોડના રિસરફેસિંગથી ચુડા અને રામદેવગઢ ગામો વચ્ચેની મુસાફરી વધુ સરળ અને સલામત બનશે આ રોડના નિર્માણથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને અવર જવરમાં ભારે સુગમતા રહેશે જેનાથી આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને વેગ મળશે આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી ચેરમેન જશુભા સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા, ચુડા તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વાઘેલા સહિતનાં પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સંબધિત વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.