ભરૂચ: નબીપુર કન્યાશાળામાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટરનું ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું, નબીપુર તથા આજુબાજુના ગામની કન્યા અને કુમારશાળા ના બાળકોએ કૃતિઓ મૂકી.
સમીર પટેલ, ભરૂચ
આજના આ વિજ્ઞાન યુગમાં બાળકોને પુસ્તકીય જ્ઞાન ની સાથે વિજ્ઞાનનું જ્ઞાન મળી રહે તે હેતુથી ક્લસ્ટર રિસોર્સ સેન્ટર આયોજિત ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન ભરૂચ જિલ્લાની નબીપુર કન્યાશાળા ખાતે કરાયું હતું. જેમાં નબીપુર અને આસપાસના ગામની કન્યાશાળાઓ અને કુમારશાળાઓએ ભાગ લીધો હતી અને તેમાં કુલ 32 જેટલી કૃતિઓ બાળકો દ્વારા મૂકવામાં આવી હતી. બાળકોએ વિજ્ઞાન ના વિષયમાં વિવિધ વિષયો ઉપર પોતાની કૃતિઓ બનાવીને મૂકી હતી. જેમાં મુખ્યત્વે પર્યાવરણ ના મુદ્દાને આવરી લેવાયો હતો. પર્યાવરણ ને થતા નુકશાનથી પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તે મુખ્ય મુદ્દો જણાયો. આ મેળાની શરૂઆત કન્યાશાળા નબીપુર ના પ્રતાગણમાં દીપ પ્રગટાવી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા, કોસાધ્યક્ષ ઇકબાલ પટેલ, વિવિધ શાળાઓના આચાર્યો, શીક્ષકો, ગામના ડે. સરપંચ, સભ્યો, વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે રીબીન કાપી પ્રદર્શન ને ખુલ્લું મૂક્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ વિશે પ્રદર્શન નિહાળવા આવનારાઓને સમજ આપી હતી. આ પ્રદર્શનને સફળ બનાવવા બદલ કન્યાશાળાના આચાર્ય શ્રીમતી કાજલબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.