DEDIAPADAGUJARATNARMADA

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હીની કેન્દ્રીય કમિટીના પ્રમુખ તરીકે સર્જનકુમાર ને નવી જવાબદારી સોંપાઈ

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હીની કેન્દ્રીય કમિટીના પ્રમુખ તરીકે સર્જનકુમાર ને નવી જવાબદારી સોંપાઈ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 04/05/2025 – નર્મદા: પ્રકૃતિના ખોળે વસેલો ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના અડી ને આવેલ નર્મદા જિલ્લાનો દેડિયાપાડા તાલુકો જ્યાંનું ગારદા ગામ…આ ગામના યુવા પત્રકાર સર્જન કુમાર વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ, નવી દિલ્હી ની કેન્દ્રીય કમિટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં રહીને લોકોની પડખે રહી પ્રજા ના હિતમાં હર હંમેશ અન્યાય શોષિત વંચિતોની અભિવ્યક્તિનો અવાજ ઉઠાવી પ્રજા અને તંત્ર સમક્ષ ઉજાગર કરીને ન્યાય કાર્ય સુપેરે પાડી રહ્યા છે. તેમજ ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદગાર બની જરૂરી સામગ્રીઓ આપવાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. ત્યારે પ્રજાની ચિંતા તેમજ જાહેર સેવા માટે અનેકવાર તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. ‘માનવ સેવા એ જ રાષ્ટ્ર સેવા’ ની શ્રેષ્ઠ વિચારધારા સાથે કામગીરી કરનાર શ્રી વસાવાને અગાઉ પણ મુંબઈ અને દિલ્હી ખાતે સન્માનિત કરાયા હતા. પત્રકારિતા ક્ષેત્રે તેમજ આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં લોકજાગૃતિ માટે તેમની કામગીરી નોંધનીય છે. ત્યારે સંસ્થાના સંસ્થાપક શ્રી ડૉ. ટી.એમ.ઓંકાર દ્વારા તેઓને આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી
કેન્દ્રીય કમિટી ના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આંતર્રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી કેન્દ્રીય કમિટીના ના પ્રમુખ તરીકે સંસ્થાની જવાબદારી સ્વીકારતા સર્જન વસાવાએ માનવ અધિકાર અને સામાજિક ન્યાય માટે નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ અદા કરવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય કમિટીના પ્રમુખ તરીકે તેઓ સંસ્થાના માનવ અધિકાર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરશે તેવી આશા સાથે પરિષદના સભ્યો દ્વારા પણ સર્જન વસાવાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા લોકોને પોતાના માનવાધિકારો, સામાજિક દૂષણ અંગે જાગૃતતા, મહિલાઓ પર થતા અત્યાચારોને અટકાવી તેમનું સશક્તિકરણ કરવું, પર્યાવરણહિતેષી અભિગમ સાથે સમાજમાં કામગીરી કરવી, કાયદાનું પાલન કરાવવું સહિત પ્રત્યેક નાગરિકને સશક્ત બનાવવા તેમજ તેમના પર થતા શોષણને અટકાવીને નવા સમાજના નિર્માણ માટેની અદભુત કામગીરી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!