GUJARATJUNAGADH

સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે એપ્રીલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયાન કુલ ૧૪૮ કેસોનું સમાધાન કરાયુ

સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે એપ્રીલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયાન કુલ ૧૪૮ કેસોનું સમાધાન કરાયુ

જૂનાગઢમાં “સખી” વન સ્ટોપ સેન્ટર વર્ષ ૨૦૧૮થી કાર્યરત છે. જેમા એપ્રીલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયાન સેન્ટર પર કુલ ૧૪૮ કેસો આવેલ છે. જેમાં સેન્ટર દ્વારા જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં તમામ કેસોનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ, જેમાં ૧૦૮ કેસોમાં આશ્રય સહાય, ૧૪૭ કેસોનું સમાધાન, અને જુરુર જણાયે કેસને તબીબી સહાય, પોલીસ સહાય અને કાયદાકીય સહાય પણ અપાવવામાં આવી હતી. હિંસાથી પીડિત કોઈ પણ મહિલાને આશ્રય, તબીબી, કાનૂની, પોલીસ અને કાઉન્સેલિંગ જેવી સેવાઓ એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ભારત સરકાના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લાઓમાં “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે. જે ૨૪x૭ ચાલુ રહે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી. જી. સોજીત્રા તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં લેબર કોર્ટ પાસે, હાથીખાના ચોક, બહેરા મુંગા શાળાના ગેટની અંદર જૂનાગઢ “સખી” વન સ્ટોપ સેન્ટર વર્ષ ૨૦૧૮થી કાર્યરત છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષસ્થાને રચાયેલી દેખરેખ સમિતિ દ્વારા સમયાંતરે સેન્ટરની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવતી હોય છે. કોઈ કિશોરી કે મહિલાને મુશ્કેલી જણાય તો ફોન નંબર ૦૨૮૫-૨૬૨૨૧૦૦ સંપર્ક કરી શકે છે

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ

Back to top button
error: Content is protected !!