સુરેન્દ્રનગર મનપા અને જોરાવરનગર પ્રભાતફેરી મંડળના સંયુક્ત ઉપક્રમે જોરાવરનગર ખાતે પ્રભાતફેરી યોજાઈ
તા.25/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાતી સમાજમાં પ્રચલિત એક પરંપરાગત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ એટલે કે આ પ્રભાતફેરી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જોરાવરનગર ખાતે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જોરાવરનગર પ્રભાતફેરી મંડળ પણ જોડાયું હતું સ્વચ્છતા સંદેશ અને સામાજિક સંવાદિતા વધારવાના ઉદ્દેશ્યથી આ પ્રભાતફેરી મહાલક્ષ્મી મંદિરથી લાતી બજાર, અંબાજીમાં મંદિર, રામજી મંદિર, ભરત સાયકલ ચોક, નીલકંઠ મહાદેવ મંદિર, બટુક હનુમાન મંદિર, રામદેવપીર મંદિર, બાલા હનુમાન મંદિર, ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર અને સુભાષ રોડ થઈને પરત મહાલક્ષ્મી મંદિર સુધી યોજાઈ હતી આ પ્રભાત ફેરીમાં ભક્તિભાવ સાથે ઢોલ, મંજીરાના તાલે ભજન, કીર્તન અને ધૂન ગાવામાં આવી હતી આ પ્રભાતફેરી પુર્ણ થયે સૌએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા તથા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.