GUJARATVALSADVAPI

વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ જી.એસ.ટી.સુધારાના અંગે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતીઓ આપી

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના વાપી વી.આઇ.એ.હોલ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા જી.એસ.ટી બચત અંગે માહિતીઓ આપી

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી.માં કરવામાં આવેલ સુધારા (GST REFORMS) સંદર્ભે વિગતવાર માહિતી આપવા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં,ગુજરાતના નાણાં,ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વાપી વી.આઈ.એ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીજીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ જી.એસ.ટી બચત અભિયાન અંગે માહિતી આપી હતી,નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈ ગરીબ મધ્યમવર્ગ, કિસાન તેમજ ઉદ્યોગકારો સહિત આમ જનતા ને જી.એસ.ટી સુધારા થકી થનાર લાભો અને બચત અંગે વિગતવાર માહિતીઓ આપી હતી. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી  શિલ્પેશભાઈ દેસાઈ,વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર  દિવ્યેશ કૈલાશનાથ પાંડે, વાપી શહેર પ્રમુખ મનીષભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ સમયભાઈ પટેલ,વાપી નોટિફાઇડ પ્રમુખ અમનભાઈ ત્રિવેદી,જિલ્લા સહ-મીડિયા ઇન્ચાર્જ  સંદીપભાઈ પટેલ, સહિત ત્રણે મંડળના હોદ્દેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

Back to top button
error: Content is protected !!