DEDIAPADAGUJARATNARMADA

મોવી-દેડિયાપાડા રોડ પર ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

મોવી-દેડિયાપાડા રોડ પર ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

તાહિર મેમણ – 25/09/2025 – નર્મદા જિલ્લામાં વરસાદની ઋતુ દરમિયાન જિલ્લાના આંતરિક અને બ્રાહ્ય માર્ગોને થયેલા નુકસાનને ત્વરિત ધોરણે મરામત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દ્વારા બખુબી નિભાવવામાં આવી હતી.

 

નર્મદા કલેક્ટર એસ.કે.મોદી અને કાર્યપાલક ઇજનેરશ્રી સતિષ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગની ટીમે ભારે વરસાદ બાદ નુકસાન પામેલા માર્ગોનું યુદ્ધના ધોરણે દુરસ્તીકરણ હાથ ધર્યું હતું. દેડિયાપાડા સબડિવિઝન હેઠળ આવેલા નર્મદા જિલ્લાના મહત્વના માર્ગો પૈકીનો મોવી-દેડિયાપાડા સ્ટેટ હાઇવે છે જે રાજપીપળા અને દેડિયાપાડા તાલુકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોથી સીધો જોડે છે.

 

વરસાદી સિઝનમાં વાહનચાલકોને અવરજવરમાં અસુવિધા ન થાય તે માટે ટીમ નર્મદાએ ગુણવત્તાયુક્ત કામગીરી કરીને વાહનચાલકોની સમસ્યાઓનું ત્વરિત ધોરણે નિરાકરણ લાવવાનો પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે. જે બાદ હવે માર્ગસંવર્ધન કામગીરી પ્રગતિ હેઠળ છે.

 

દેડિયાપાડા સબ ડિવિઝન માં આવેલ મોવી દેડિયાપાડા રોડ પર વરસાદની ઋતુ દરમિયાન ઉભા થયેલ અવરોધોને દૂર કરવા તથા વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે તાત્કાલિક જંગલ કટિંગ જેમ કે, ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

આ ઉપરાંત, રોડ ઉપર આવેલા સ્ટ્રક્ચર્સના પેરાફિટ વોલ્સ અને માર્ગના નજીકના વૃક્ષો ઉપર ચેતવણીના ભાગરૂપે ચિહ્નરૂપ રંગરોગાન માટે ગેરૂ-ચુનાનું રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીથી વાહનચાલકો માટે માર્ગ સુરક્ષા વધશે.

Back to top button
error: Content is protected !!