થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજી ના મંદિરે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરાઈ
થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજી ના મંદિરે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરાઈ
થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજી ના મંદિરે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરાઈ
ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન-કોમી-એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે. મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતા નો પ્રારંભ થાય છે. નવરાત્રિ એટલે શકિત-ભકિત- આરાધનાનુ પર્વ આ પર્વમાં આસો મહિનામાં માના ગુણગાન ગાવા આજે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરાઈ.નવ દિવસ સુધી ચાલનારા શારદીય નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધ ના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. “વ્યવહારમાં દિકરીનો વિવાહ ન થાય ત્યાં સુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી તે ચંદ્રઘંટા સમાન છે.”ર્માં દુર્ગા ની નવ શક્તિ ઓમાં બીજું સ્વરૂપ માતા ચંદ્રઘંટા નું છે.માતાજીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તક ઉપર ઘંટના આકાર નો અર્ધચંદ્ર છે તેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન ચમકીલો છે.તેમને દશ હાથ છે. આ દશ હાથોમાં ખડગ વગેરે શસ્ત્રો તથા બાણ વિભૂષિત છે. તેમનું વાહનં સિંહ છે.તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે તત્પર હોય તેવી છે.તેમના ઘંટના અવાજ જેવા ભયાનક ચંડધ્વનિથી અત્યાચારી દાનવ-દૈત્ય અને રાક્ષસો હંમેશાં પ્રકંપિત રહે છે. નવરાત્રિની દુર્ગા -ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું વિશેષ મહત્વ છે.આ દિવસે સાધકનું મન મણીપુર ચક્ર માં પ્રવિષ્ટ થાય છે.ર્માં ચંદ્રઘંટાની કૃપાથી તેમને અલૌકિક વસ્તુઓ ના દર્શન થાય છે.દિવ્ય સુગંધી ઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્યધ્વનિઓ સંભળાય છે.આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવાનું હોય છે.ત્યારે આજે ત્રીજા નોરતે થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રીબહુચર માતાજી ના મંદિરે પૂજારી સોમભારથી ગૌસ્વામી,રાજુભાઈ સોની, અલ્પેશભાઈ પ્રજાપતિ હરિભાઈ સોની,રમેશભાઈ દરજી (આર. કે.રાઠોડ) ના મુખે પાલિકા પૂર્વ પ્રમુખ ભારતીબેન અખાણી, માર્કેટયાર્ડના નવનિયુક્ત વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી, લક્ષમણભાઈ પ્રજાપતિ, જસુભાઈ પ્રજાપતિ,હરેશભાઈ મોચી,ભુપેન્દ્રસિંહ ડી.પરમાર ની ઉપસ્થિતિમાં શરણાઈઓના સૂરો વચ્ચે ઢોલ નગારા ના નાદ સાથે રાત્રે ૮ થી ૧૨ કલાક સુધી ડોહા,છંદ,ભજન તેમજ આરતી ઉતારી ગરબાની રમઝટ બોલાવેલ ત્યારે તાણા-થરા નગર જનો વિશાળ સંખ્યામાં હાજર રહેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530