વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૦૬ ઓક્ટોબર : મુન્દ્રા ખાતે તાલુકાના તમામ આરોગ્ય કર્મચારી દ્વારા મુન્દ્રા-બારોઇ અર્બન વિસ્તારમાં વાહકજન્ય રોગોનું સર્વેલન્સ કામગીરી ,એન્ટિલાર્વલ કામગીરી તથા રોગ અટકાયતી પગલાઓ માટેની આઈ.ઈ.સી (જન જાગૃતિ અભિયાન) કરવામાં આવ્યું,બપોરબાદ તમામ આરોગ્ય કર્મચારીઓની ટ્રેનીંગ તથા રીવ્યુ મીટીંગ રાખવામાં આવી જેમાં આગામી LCDC પોગ્રામ વિશે તથા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આગામી સમયમાં તમાકુ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સ્કુલ કોલેજોમાં રેલી,શેરી નાટક,વકતૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરીને તમાકુ નિયત્રણ માટે જનજાગૃતિ ફેલાવવા માટે સમજણ આપવામાં આવી,તાલીમ-મીટીંગમાં તાલુકા સુપરવાઈઝર હરિભાઈ જાટીયા દ્વારા કર્મચારીઓને આરોગ્યનાં તમામ પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.