GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં “એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

*નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં લોકભાગીદારી સાથે ઉત્સાહપૂર્વક મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો*

*સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના દરેક તાલુકામાં મહાનુભાવો, અધિકારીઓ અને ગ્રામજનોના ઉત્સાહભર્યા સહભાગીદારીથી  સ્વચ્છતાનો સંકલ્પ સાકાર થયો*

સમગ્ર ભારત દેશમાં તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” પખવાડિયાના ઉજવણી વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિ દ્વારા  ચાલી રહી છે જેના  ભાગરૂપે આજ રોજ નવસારી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં “મહા શ્રમદાન દિવસ” ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ અવસરે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત “એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ” ના સૂત્ર સાથે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ તથા નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સ્થાનિક જનસમુદાય, પદાધિકારીઓ તથા આગેવાનો લોકભાગીદારી સાથે ઉત્સાહપૂર્વક મહાશ્રમદાન કાર્યક્રમ  જોડાઈને શ્રમદાન કર્યું હતું .

 નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામ ખાતે  ગણદેવીના  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, તા. પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, જિલ્લા ખેત ઉત્પાદન સહકાર સિંચાઈ અને પશુપાલન સમિતિના અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવના યાદવ તથા સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં તથા ગણદેવી તાલુકાના ગડત ગામ ખાતે નવસારી  ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ સાથે જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.

નવસારી જિલ્લાના  જલાલપોર તાલુકાના વેસ્મા-સડોદરા ગામે ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી ધવલ પટેલ ની હાજરીમાં રેલી તથા સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે મહાશ્રમદાન કરાયું. જ્યારે નવસારી  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દિપક પંડ્યા તથાગ્રામજનોએ નવસારી તાલુકાન ખડસુપા ગામના  PHC સેન્ટર ખાતે વૃક્ષારોપણ, જાહેર રસ્તાઓ તથા ધાર્મિક સ્થળોની સફાઈ કરીને શ્રમદાન તથા સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.આ ઉપરાંત વાંસદાતાલુકાના ચોંઢા ગામે અને ખેરગામ તાલુકાના  બહેજ ગામે ખાતે તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ   તથા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકભાગીદારી અને ગ્રામજનોના ઉત્સાહભર્યા સહકારથી જાહેર સ્થળો ,શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને ધાર્મિક સ્થળોએ થયેલા શ્રમદાન માત્ર સફાઈ સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ એક સામૂહિક સંકલ્પનું પ્રતીક બન્યું છે. શ્રમદાન થકી ગામગામમાં ફેલાયેલ સ્વચ્છતાનો સંદેશ એ દર્શાવે છે કે સ્વચ્છતા એ માત્ર અભિયાન નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ અને આવતી પેઢી પ્રત્યેની જવાબદારી છે.

આવો, સૌ સાથે મળીને શ્રમદાન થકી સ્વચ્છતા જાળવીને ગામ, શહેર અને દેશને વધુ સ્વસ્થ અને સ્વચ્છ બનાવીએ.

Back to top button
error: Content is protected !!