BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA
અસત્ય પર સત્યનો વિજય ફાગણ સુદ પૂનમ એટલે હોળીકા દહન હોળી ધુળેટીનો ત્યોહાર સમગ્ર દેશમાં બે દિવસ ઉજવાતો ત્યોહાર.
હોળીકા દહન ના બીજે દિવસે ધુળેટી તરીકે ઉજવવામાં આવે છે જેમાં હિન્દુ ભાઈ બહેનો સ્નેહ પૂર્વક એકબીજાને રંગો લગાવી શુભેચ્છાઓ પાઠવે છે.
બોડેલી નગર અલી ખેરવા ઢોકલીયા બોડેલી હોળી ચકલાં મા શ્રીફળ ચણા ધાણી ખજૂર નો ભોગ અર્પણ કરી પરંપરાગત રૂપે હોળીને રંગે રંગી પતંગો ધજા સાથે સજાવી હોળી પ્રગટાવી શ્રદ્ધા સાથે પૂજા કરી હોળીકા દહન કરી હતી.
હોળીકા દહન સમયે કુંવારી કન્યા ઓ પાણી દ્વારા અને ખજૂર વધાવવી જપૂજન કરે છે અને ભક્ત પ્રહલાદની ભક્તિ ની યાદ ને તાજી કરી શ્રદ્ધાળુઓ દ્વારા હોલિકા દહન કરવામાં આવે છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર