GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળા તથા આહિર સમાજનું ગૌરવ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

નડિયાદ ખાતે યોજાયેલા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની તથા હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળા ખાતે તાલીમ લેતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિરએ તેમની ટીમ સાથે 4×400 મીટર રીલે દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે.આ જીતમાં તેમની ટીમની સાથી ખેલાડીઓ રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાશી ગાવિતનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તેમની સફળતા પાછળ તેમના કોચ પિન્કલ આહિરનું મહત્ત્વનું માર્ગદર્શન રહેલું છે.હવે પ્રેઝીબેન તથા તેમની ટીમ નેશનલ સ્તર પર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.ખેરગામ તાલુકા તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કરે એવી હાર્દિક શુભકામનાઓ તથા વિજય માટે અભિનંદન!

Back to top button
error: Content is protected !!