GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

MORBI:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા કોઈપણ હોસ્પિટલમાં જાતીય પરીક્ષણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સેમિનારનું આયોજન કરવા પણ સુચના આપવામાં આવી હતી.
વધુમાં મોરબી જિલ્લામાં ૧૦૦૦ પુરુષ બાળકોએ ૯૧૫ સ્ત્રી બાળકોનું જન્મ પ્રમાણ છે જે બાબતે યોગ્ય કામગીરી કરવા તથા પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત કરવા પણ સુચના આપવામાં આવી હતી.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




