વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલાછ ગામે પાણીની ટાંકીનું લોકાર્પણ,બસ સ્ટોપ,ગટરો નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંકલાછ ગામે નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયું ના કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલાછ ગામે સપ્તશૃંગી માતાના મંદિરના પ્રાંટાગણમાં કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાણીની ટાંકી,બસ સ્ટોપ તેમજ ગટર સાંસદ ધવલભાઈ પટેલના ફંડ માંથી ૨.૫૦ લાખ નું બસ સ્ટોપ ફાળવેલ તેમજ તાલુકા પંચાયતના ફંડ માંથી શાળામાં પાણીનું ટાંકીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ કાર્યકર્મ ગુજરાત સરકારના આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ નવસારી ભાજપ મહામંત્રી ગણપતભાઇ માહલા, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ચૌધરી, માજી તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાવિત, તાલુકા પંચાયત કારબારી ચેરમેન તરુણભાઈ ગાવીત, માજી ભાજપ મહામંત્રી સંજયભાઈ બિરારી, ભુપેન્દ્રભાઈ પટેલ, ચીમનભાઈ ગાંવિત, લિરીલ પટેલ, શાસક પક્ષના નેતા બીપીનભાઈ માહલા, ગામના સરપંચ સંદીપભાઈ ગાવીત, ભુપેન્દ્રભાઈ પટેલ, રૂપેશભાઈ ગાવિત, ગામના આગેવાનો ડે સરપંચ પકુભાઈ, મહેશભાઈ કુવર, જયેશ દેશમુખ, મનોજ ચોરીયા, ગજનભાઈ, દલકુભાઈ, મણિલાલભાઈ ભગરિયા તથા ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



