વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૫ સપ્ટેમ્બર : સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા “એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ” મહા શ્રમદાન દિવસની ઉજવણી સાંયરા-યક્ષ ખાતે કરાઇ હતી. ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સફાઈ અભિયાનમાં ધારાસભ્ય તથા ગ્રામજનોએ શ્રમદાન કરીને જાહેર સ્થળોની સફાઇ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય એ ગામલોકોને પોતાનું ઘર, આંગણું, પોતાનું ગામ નિયમિત સ્વચ્છ રાખવા, કચરો કચરા પેટીમાં નાખવા, તેમજ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવા, સ્વચ્છતાને નિયમિત આદત બનાવી, સ્વચ્છતાનું મહત્વ વિશે જાણકારી આપી શ્રમદાનના કાર્યક્રમમાં ગ્રામજનો જોડાવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામપંચાયત સરપંચ, ગ્રામપંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાનો સ્ટાફ, સફાઈ મિત્રો, તેમજ મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહી એક સાથે શ્રમદાનના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.