WAKANER વાંકાનેરના ઢુવા નજીકથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
WAKANER વાંકાનેરના ઢુવા નજીકથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઢુવા ગામની સીમમાં નેશનલ હાઈવે પરથી સ્વીફ્ટ ગાડીમાં ૪૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને દેશી દારૂ અને કાર શીત ૫.૯૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરથી મોરબી જતા ઢુવા ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ પર આવેલ ગેલભવાની હોટેલ પાસેથી સ્વીફ્ટ ડિજાયર કાર જીજે ૧૩ એએક્સ ૩૯૩૨ માંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૮૦,૦૦૦ અને કાર કીમત રૂ ૫ લાખ અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૫,૯૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ધર્મેશ રમેશભાઈ મેટાળીયા રહે પાંચવડા ચોરાની બાજુમાં તા. ચોટીલા વાળાને ઝડપી લીધો છે
દારૂનો જથ્થો મંગાવનાર આરોપી રવિભાઈ ઉર્ફે માસ રહે મોરબી અને દારૂનો જથ્થો મોકલનાર આરોપી વિજય ઉર્ફે ભૂરો વાલજીભાઈ માલકીયા રહે રેશમીયા તા. ચોટીલા વાળાના નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે