Rajkot: વીંછીયા ખાતે સફાઇ અભિયાનાં સામેલ થતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા વિંછીયા ખાતે સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયા હતા.
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા વિંછીયા ગ્રામ પંચાયત,આંબલી ચોક તેમજ જવાહરબાગ ખાતે યોજાયેલ ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનમાં જોડાયા હતા.
મંત્રીશ્રીએ આ તકે જવાહરબાગ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતુ. પાણી પુરવઠા મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન ફક્ત એક કાર્યક્રમ બનીને ન રહે, દરેક નાગરિક આ અભિયાનમાં જોડાય તે ઈચ્છનીય છે. દરેક ગામ સ્વચ્છ , હરિયાળુ અને વ્યસન મુક્ત ગામ બનવું જોઈએ. આ તકે મંત્રીશ્રીએ વૃક્ષ રોપી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતુ.
સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભુપતભાઈ રોજાસરા, સરપંચ શ્રી ચતુરભાઈ રાજપરા, અશ્વિનભાઈ સાકરીયા સહિત અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામ પંચાયતનો સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.