Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ અમરાપુર ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મદિન નિર્મિતે પુષ્પાંજલી અર્પણ કરી
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા વિંછીયા તાલુકાનાં અમરાપુર ખાતે વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
અમરાપુર ખાતે મંત્રીશ્રીએ શ્રી પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મદિન નિર્મિતે પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમજ ‘એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
શ્રી પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિર્મિતે મંત્રીશ્રીએ શ્રી દીનદયાળજીને યાદ કરી ગરીબો , વંચિતો માટે શ્રી દીનદયાળજીની જીવનશૈલીની સરાહના કરી હતી. આ ઉપરાંત ગામના દરેક નાગરિકે એક વૃક્ષ અવશ્ય રોપવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. સ્વચ્છતા હી સેવા ફક્ત એક કાર્યક્રમ બનીને ન રહે પરંતુ ગામના દરેક નાગરિક આ અભિયાનમાં જોડાઈ અને ગામમાં સ્વચ્છતા જાળવે તેવી અપીલ પણ આ તકે મંત્રી શ્રી એ કરી હતી. આ કાર્યક્રમમાં અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.