Jasdan: જસદણમાં ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૫’ અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિર તથા નગરસ્વચ્છતાની કામગીરીની સમીક્ષા કરતાં અધિક કલેકટર શ્રી ઇલાબેન ચૌહાણ
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
‘‘મેદસ્વિતામુકત ગુજરાત’’ અંગે ગ્રામ્ય નાગરિકોને માહિતગાર કરાયા
Rajkot: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વ્ચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોનના અધિક કલેકટર સુશ્રી ઇલાબેન ચૌહાણે જસદણ નગરપાલિકા કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિરમાં તમામ સફાઈ કર્મચારીઓની નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
સફાઈમિત્ર સુરક્ષા શિબિરના લાભાર્થીઓને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતીય પરંપરાગત ધાન્યો જેવા કે જુવાર, બાજરી, કોદરી, કાંગ વગેરેનો રોજિંદા જીવનમાં ઉપયોગ વધારવા માટે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
અધિક કલેકટર સુશ્રી ઇલાબેન ચૌહાણે નગરપાલિકા કચેરીના નવા બિલ્ડીંગ અને શહેર સ્વચ્છતાની કામગીરીની ચકાસણી કરી હતી. અને જરૂરી સૂચનો કર્યા હતા.