કાલોલ તાલુકાના સણસોલી ગ્રામ્ય વિસ્તારોમાંથી જોખમી સવારી સાથે બિંદાસ પસાર થતાં લાકડાના સોદાગર.!
તારીખ ૧૦/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ગામડાઓમાથી બેફામ રીતે વૃક્ષોનાનું છેદન કરી રોજે રોજ પર્યાવરણને નુકશાન પોહચડવાનું કાર્ય કરી રહ્યા છે. વૃક્ષ છેદકો પણ ગ્રામ્ય વિસ્તારોમાથી કોઈ પણ મંજૂરી વગર સોદાગીરી કરી ઉભા વૃક્ષોને જમીન દોસ કરી ખુલ્લેઆમ ટ્રેક્ટરોમાં લીલા વૃક્ષોના ટુકડા કરી લાકડિયાઓ બિંદાસ જાહેરરોડ પર નિકળી લાકડાની સો મિલમાં ખાલી કરતાં હોય છે. વહેલી સવારથી જ ઉભા લીલાંવૃક્ષોને જમીનદોસ કરવાં શ્રમ જીવીઓને ને કુહાડીઓ લઈ કામે વળગાડી સાજ સુધી ઓવરલોડ ટ્રેક્ટર ભરી શ્રમજીવીઓને પણ જોખમી રીતે લાકડાઓ પર બેસાડી બિંદાસ રવાના કરતા હોય છે.સણસોલી વિસ્તારમાં દિવસે ને દિવસે લાકડાના સોદાગર વધી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે સણસોલી મેન બજારમાં થઈ લાકડા ભરેલા ટેક્ટરો પસાર કરવામાં આવે છે એક નહીં પરંતુ પાંચ થી વધારે ટ્રેક્ટરો પસાર થાય છે લાકડાના સોદાગર પર સ્થાનિક તંત્ર કે જવાબદાર અધિકારીઓ કાયદેસરના પગલા ભરશે કે નહીં જેવી લોકમુકે ચર્ચા થઈ રહી છે.