માળિયાહાટીના તાલુકામાં થતી આરોગ્યલક્ષી કામગીરી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી
માળિયાહાટીના તાલુકામાં થતી આરોગ્યલક્ષી કામગીરી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત માળિયાહાટીના તાલુકામાં આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત માળિયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો,શાળાઓ, કોલેજોમાં વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા સગર્ભા સ્ત્રીઓની તપાસ,પેટા કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓ દ્વારા સગર્ભા અને તરુણીઓની તપાસ તેમજ જરૂરી સલાહ અને માર્ગદર્શન,RBSK ટીમ દ્વારા શાળાઓ અને કોલેજોમાં કિશોરીઓ નું હિમોગ્લોબીન ટેસ્ટ, વજન ઊંચાઈ,આરોગ્ય તપાસ જેવી કામગીરી અને પોષણ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.એન.જી.ડાભી ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ