GUJARATHALOLPANCHMAHAL

હાલોલના કણજરી ગામમાં શ્રમદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૯.૨૦૨૫

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ – સ્વચ્છોત્સવ પખવાડિયા અંતર્ગત હાલોલ તાલુકાના કણજરી ગામમાં શ્રમદાન દિવસની હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમની શરૂઆતમાં,ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા શ્રમદાન કરી વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી.આ ઉપરાંત, પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકી, લોકોને પોતાના ગામ, ફળિયા અને ઘરને સ્વચ્છ રાખવા માટે અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો હતો,જેથી તે માત્ર એક સરકારી અભિયાન ન રહેતા, લોકોની દૈનિક આદત અને સામાજિક જવાબદારી બને. આ શ્રમદાન કાર્યક્રમમાં કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ,સુખરામભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!