GUJARAT

બાયડ ખાતે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા “એક દિવસ, એક કલાક, એક સાથે” થીમ હેઠળ સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

કિરીટ પટેલ બાયડ

 

સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે દેશભરમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા “એક દિવસ, એક કલાક, એક સાથે” થીમ હેઠળ સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાંΝ આવ્યું. આ કાર્યક્રમમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને જાહેર સ્થળોની સફાઈને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ હતો.

આ શ્રમદાન કાર્યક્રમમાં બાયડ પ્રાંત કચેરીના પ્રાંત અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ ૫૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો. પ્રાંત કચેરીના પરિસરથી લઈને જ્યાં સ્ટાફે કચેરીના આંગણા, ઓફિસની આસપાસના વિસ્તારો, રેકોર્ડ રૂમ અને જાહેર બેઠક વિસ્તારોની સફાઈ કરી. આ દરમિયાન પ્લાસ્ટિકનો કચરો, ધૂળ, અને અન્ય કચરો એકત્ર કરીને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો. સાથે જ, વૃક્ષોની આસપાસની સફાઈ અને નીંદણ દૂર કરવાનું કામ પણ કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!