અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં દુકાનદાર ને યુવતીએ વોટસેપ કોલ કરી ફસાવ્યો,એક શખ્સ પોલીસ બની દુકાનદારને ધમકાવા લાગ્યો હતો.પાસવર્ડ મેળવી રૂ..30 હજાર ટ્રાન્સફર કરી લીધા
યુવતીએ દુકાનદારને મોડાસા બોલાવી દુકાનદારનુ અપહરણ કરી ઢોર માર મારી દુકાનદારને લુટીલેવાયો એક શખ્સ પોલીસ બની દુકાનદારને ધમકાવા લાગ્યો હતો
મેઘરજમાં દુકાનદારને અજાણી યુવતીએ વોટસેપ કોલ કરી વિડીયો બનાવી વિડીયો વાયરલ કરવાની ધમકી ઓ આપી દુકાનદારને મોડાસા બોલાવી બંટી બબલી સહીત ચાર શખ્સો દ્વારા દુકાન દારનુ અપહરણ કરીને ઢોર માર મારી લુટીલેવાયો હતો દુકાનદારે જીલ્લા પોલીસને લેખીત જાણ કરીછે દુકાનદારો અને કેટલાક મોટા વેપારીઓને યુવતીઓ અને નકલી પોલીસ બની ધાક ધમકી આપી ઠગાઇ આચારી રોકડ અને ફોન પે થી પૈસા પડાવતી ગેંગ છેલ્લા કેટલાય સમયથી સક્રિય થઇ છે જેમાં મેઘરજ નગરના એક દુકાનદાર પાસે થી ફોનપે દ્વારા રૂપિયા પડાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેપારીના ફોનનીલૂંટ કરીને ગેંગ ફરરા થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
મેઘરજ નગરના એક મોટા વેપારી પોતાના ધંધા રોજગારના સ્થળે હતા તે દરમિયાન એક અજાણ્યા નંબર ઉપરથી એક અજાણી યુવતી નો વોટ્સઅપ વોઇસ કોલ આવ્યો હતો અને આપ સીમા બોલો છો તેવુ કહેતા વેપારીએ ના પાડી રોંગ નંબર છે કહીને ફોન મૂકી દીધો હતો અને બીજા દિવસે આ યુવતીએ ફરીથી વહાર્ટસપ કોલ કરી વેપારીને લલચાવ્યો અને પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ આ વેપારીને યુવતીએ રાત્રીના સમયે મોડાસા મુકામે બોલાવ્યો હતો અને આ યુવતી હજીરા વિસ્તારમાં ઉભી હતી ત્યારબાદ આ વેપારીને એક્ટિવા ઉપર બેસાડી હિંમતનગર રોડ ઉપર એક અજાણ્યા સ્થળે લઈ ગઈ હતી અને ત્યારબાદ આ વેપારી અને આ યુવતી એક જગ્યાએ બેસી વાતચીત અને ચર્ચાઓ માં મશગુલ હતા તે દરમિયાન એક નંબર વગરની ફોરવીલર મારૂતિ કાર આવતા એ ફોરવીલર મારૂતિ કાર માંથી એક યુવતી સહિત ચાર શખ્સો ઉતર્યા હતા તે દરમિયાન યુવતીએ વેપારીને કહેલ કે મારા ઘરવાળા આવિ ગયા તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ પ્લાનિંગ મુજબ વેપારીને ફોરવીલર મારૂતિ કારમાં અપહરણ કરીને અજાણી જગ્યાએ લઇ જઇ ચારેય શખ્સોએ ગાડીમાંથી વેપારીને નીચે ઉતારી ઢોર મારા માર્યો હતો અને વેપારીના ખિસ્સા તપાસતા વેપારી પાસે થી મોબાઇલ મળી આવતા મોબાઇલની લૂંટ કરી લીઘી હતી અને ત્યારબાદ વેપારી ને માર મારી ફોનપે નો પાસવર્ડ આપ નઈ તો ચપ્પુ થીમારી નાખીશું તેવું કહી ઢોર માર માર્યો હતો અને અને ગાડીમાં રહેલ એક શખ્સ કહેતો હતો કે હું પોલીસ મા છું જમાદાર છુ પતાવી દે ભાઈ નઈ તો લાબું કરવામાં મજા નથી તેવું કહી વેપારીને ધમકાવ્યો હતો અને વેપારી ગભરાઈ જતા તેના પાસેથી પાસવર્ડ મેળવી રૂ. 30.000 ટ્રાન્સફર કરી લીધા હતા અને ઓનલાઇન ટ્રાન્જેકશનની લિમિટ પુરી થઇ જતા સિમ કાડી વેપારીને આપી દઈ બીજા પૈસા સવારે આપીને મોબાઇલ લઇ જંજે આ તારું ટુ વિહલર લઈને અહિયાંથી ભાગી જા અને સવારે પૈસા સેટિંગ કરી મામલો પતાવી દેજે કહી વેપારીને ત્યાંથી ભગાડી મૂકી ફોન કરી બોલાવનાર યુવતી સહિત શખ્સો નંબર વગરની કારમા બેસી ગાયબ થઇ ગયા હતા અને બીજા દિવસે સવારે ફરીથી ફોન કરી વેપારીને પૈસા આપી જા ભાઈ નઈતો બદનામ કરી નાખીશું તેવી ધમકી વારંવાર આપતા હતા જેથી ભોગબનનાર વેપારીએ અરવલ્લી જિલ્લા પોલીસવડા ને આ સમગ્ર ઘટના અંગે લેખિત જાણવાજોગ ફરિયાદ આપી હતી.