TANKARA:ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી,સશકત પરિવાર અભિયાન” હાથ ધરવામાં આવ્યું
TANKARA:ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી,સશકત પરિવાર અભિયાન” હાથ ધરવામાં આવ્યું
મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશક્તિકરણ આપણા પરિવારો,સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે.આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન “સ્વસ્થ નારી,સશકત પરિવાર અભિયાન” નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
આ અભિયાન ના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર આજરોજ તા.૨૬-૦૯-૨૦૨૫ મેડીકલ કેમ્પનું શિબિર નું આયોજન કરવામાં આવેલ.
આ કેમ્પમાં માન.ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ.ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા,જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડા, ટંકારા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, દિનેશભાઇ વાધરીયા, કાનાભાઈ ત્રિવેદી, નિલેશભાઈ પટ્ટણી, હસુભાઈ દુબરિયા,ભાવિનભાઈ સેજપાલ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ.આ કેમ્પમાં GMERS મેડીકલ કોલેજ મોરબીના નિષ્ણાંત મેડીકલ ટીમ માં સ્ત્રીરોગ,ઓર્થોપેડિક,બાળરોગ,દાંત રોગ,ફીજીશ્યન ડોકટર દ્વારા સારવાર આપવામાં આવેલ.આ કેમ્પમાં વિવિધ રોગના કુલ ૧૪૨ દર્દીઓની આરોગ્ય ની સેવાઓ આપવામાં આવેલ.
આ કેમ્પને સફળ બનાવવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.હિરલ પારેજીયા ,તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ,બીનાબેન સનાવડા,ઉમેશભાઈ ગોસાઇ તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી